તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં કોરોનાથી બચવા માસ્કનું વિતરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદરમાં કોરોના વાયરસથી બચવા માટે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને ભીડભાડવાળા વિસ્તારમાં જાવ ત્યારે માસ્ક પહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પોરબંદરમાં બ્રહ્મસમાજ મહિલા અગ્રણી દ્રારા કોરોનાથી બચવા માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આખા વિશ્ર્વમાં અત્યારે કોરોના વાઇરસના કારણે હાહાકાર મચી ગયો છે, અનેક લોકો આ વાઇરસને કારણે મૃત્યુ પામ્યા છે, અનેક લોકો બીમાર પડી રહ્યા છે. આખા વિશ્ર્વમાં આના કારણે હાલ બેહાલ થયા છે. અનેક લોકો તબીબો દ્રારા ઉપાયો સૂચવવામાં આવે તેમ સાવધાની વર્તી રહ્યા છે. સરકારે પ્રજાને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. ભીડભાડવાળા વિસ્તારમાં જાવ ત્યારે માસ્ક પહેરવાની સુચના આપવામાં આવે છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા અનેક પ્રકારની સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. માસ્કના ભાવ રાતોરાત આસમાને પહોંચી ગયા છે. જેને પગલે સૌરાષ્ટ્ર્ર–કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખના પોરબંદર જિલ્લા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકર દ્રારા બાળકો, મહિલાઓ, વૃદ્ધોને વિનામૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. અને આ માસ્ક પહેરવાથી ચેપ લાગતો નથી, બીમારીઓ સામે રક્ષણ મળે છે, કોઇપણ વાઇરસથી રક્ષણ મળે છે. કોરોના વાયરસને કારણે ભારતનું શેરબજાર ધરાશાઇ થઇ ગયેલ છે પણ માસ્ક બનાવતી કંપનીનો ભાવ આસમાને પહોંચી ગયો છે. અન્ય દેશો માટે ભારતમાંથી માસ્ક મંગાવવામાં આવે છે, અત્યારે કોરોના વાઇરસથી બચવા બધાને માસ્કની જરૂર છે. ત્યારે કોરોના વાયરસથી ગભરાવવાની કે ડરવાની જરૂર નથી પણ એમનો સામનો કરવાની જરૂર છે. મહિલાઓ બાળકો અને વૃદ્ધોને માસ્કનું વિતરણ કરવામાં આવતા તમામ લોકો માસ્ક પહેરીને તેનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો