તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાલા હનુમાનજીના મંદિરે 1,51,000 લાડવાનું શ્રદ્ધાળુઓને વિતરણ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના સુદામા રોડ ઉપર આવેલા બાલા હનુમાનજી મહારાજ મંદિરે છેલ્લા 13 વર્ષથી ધામધૂમપૂર્વક હનુમાનજયંતીની ઉજવણી કરવામાં આવે છે. તા. 19/4 ના શુક્રવારે હનુમાન જયંતીની ઉજવણીના ભાગરૂપે છેલ્લા 3 દિવસથી 800 સ્વયંસેવકો દ્વારા હનુમાનજીની મહાપ્રસાદી 1,51,000 લાડુ બનાવવા તૈયારી હાથ ધરવામાં આવી છે. હનુમાન જયંતીના દિવસે સવારે 6 વાગ્યે મંદિર પર ધ્વજારોહણ, સવારે 8 થી સાંજના 7 સુધી અખંડ હનુમાન ચાલીસા યોજાશે. સાંજે 5:30 વાગ્યે વાજતે-ગાજતે બાલા હનુમાન મહારાજને શોભાયાત્રા દ્વારા મહાપ્રસાદનો થાળ ધરવામાં આવશે. સાંજે 6:30 કલાકે મહાઆરતી બાદ 7:30 થી 9 સુધી ભક્તજનોને મહાપ્રસાદના બોક્સનું વિતરણ કરવામાં આવશે. સાંજે 5 વાગ્યાથી હનુમાનજી મહારાજની સન્મુખ સુંદરકાંડના પાઠનું પઠન કરવામાં આવશે. રાત્રે 9 કલાકે પ્રસિદ્ધ ગાયક કલાકાર દ્વારા ધૂન-ભજન યોજાશે. સાથોસાથ દર્દીઓને લોહી પૂરૂં પાડવા માટે આ દિવસે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સહુ ધર્મપ્રેમીજનોને મોટી સંખ્યામાં જોડાવવા આયોજકોએ યાદી પાઠવી છે. ભજન સંધ્યાની જે આવક થશે તે ગાયોના ઘાસચારા અને કબુતરોને ચણ માટે વાપરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...