તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં વાઘેશ્વરી પ્લોટ ખાતે એક માસથી પીવાના પાણીનો વેડફાટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં વાઘેશ્વરી પ્લોટ ખાતે એક માસથી પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

આ અંગે ફરિયાદ કરાઇ છતા પાઈપલાઈન રિપેર ન કરાતી હોવાનો આક્ષેપ કરાયો હતો.

પોરબંદર શહેરમાં પીવાના પાણીનો વેડફાટ થતો હોવા અંગે ફરિયાદો ઉઠી છે પીવાના પાણીની પાઇપલાઇનમાં અગાઉ પણ ભંગાણ થયું હોવાના કારણે પાણીની પાઇપ લાઇનમાંથી પીવાના પાણીનો વેડફાટ થયો હતો. ત્યારે શહેરમાં આવેલ વાઘેશ્વરી પ્લોટ ખાતે જિલ્લા ક્ષય હોસ્પિટલની નજીક રોડ પર જ પીવાના પાણીની પાઈપલાઈન પસાર થતી હોય અને આ પાઇપલાઇનમાં ભંગાણ થયું હોવાના કારણે જ્યારે પીવાનું પાણી વિતરણ કરવામાં આવતું હોય તે સમય દરમિયાન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

આ અંગે સિનિયર સિટિઝન દ્વારા છેલ્લા એક મહિનાથી રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ થતું નથી. માત્ર ગણતરીની મિનિટ પીવાના પાણીનું વિતરણ થતુ હોય તેમાં પણ પાણીનો બેફામ રીતે ફેરફાર થઈ રહ્યો હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા ભંગાણ થયેલ પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવતું નથી. જેથી લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી. આ અંગે દિલીપભાઈ મશરૂ દ્વારા વધુ એક વખત ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને પીવાના પાણીની પાઈપલાઈનનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...