Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમીપુર સિંચાઈ યોજનાના વર્ટીકલ ગેઈટ વેસ્ટ વિયરના કામનું સાંસદ ધડુકનાં હસ્તે ખાતમુહૂર્ત
નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકના પોરબંદર જિલ્લાના કુતિયાણાના અમીપુર ગામે ખાતે વેઘલી નદીપર આવેલા અમીપુર સિંચાઈ યોજનાના વર્ટીકલ ગેઈટ વેસ્ટ વિયરના કામનું ખાત મુહૂર્ત પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકના હસ્તે કરાયુ હતુ.
અમીપુર સિંચાઈ યોજનામા આવેલા ગોડબોલે ગેઈટની જગ્યાએ રૂ.4.65 કરોડથી વધુના ખર્ચે આગામી બે વર્ષમા વર્ટીકલ ગેઈટ (6 દરવાજા) નિમાર્ણ પામશે. આ પ્રસંગે સાંસદ ધડુકે જણાવ્યું હતુ કે, છેવાડાના ખેડુતને પણ સિંચાઈનો પુરતો લાભ મળે, પુરનુ પાણી વેડફાઈ નહીં તે જરૂરી બન્યુ છે. અમીપુર સિંચાઈ યોજનાની કુલ સંગ્રહ શક્તિ 30 મીલીયન ઘનમીટર છે. આ યોજનાના આયોજન મુજબ પોરબંદર અને જુનાગઢ જિલ્લાના ગરેજ, બળેજ, બગસરા સહિતના 8 ગામોની 6050 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળે છે. બગસરા ગામના ખેડૂત નાથાભાઈ કોડીયાતરે કહ્યું કે, વર્ટીકલ ગેઈટ બન્યા બાદ મારી 10 વિઘા જમીનને વધુ સિંચાઈનો લાભ મળશે. આ પ્રસંગે કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ મોરી, પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ આવળાભાઈ ઓડેદરા, કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પરમાર, જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, અધીક્ષક ઈજનેર ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળ રાજકોટના પી.બી. ચૌધરી, કાયૅપાલક ઈજનેર ક્ષાર અંકુશના બી.કે. વાલગોતર સહિતના અધિકારીઓ, આગેવાનો, ગામલોકો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.