પોરબંદરમાં સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવામાં નાયબ કલેકટરનો છબરડો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર નાયબ કલેકટરનો છબરડો સામે આવ્યો છે. અરજદાર દ્વારા તોલમાપના ચેકિંગ અંગેની કરેલ અરજીની એલટી વિજ વાયરોનું અંડર ગ્રાઉન્ડ વાયરીંગ કરવા પુરવઠા અધિકારીને નાયબ કલેકટર દ્વારા જણાવાયું હતું. પોરબંદરના વિરાજ પાર્કમાં રહેતા સિનિયર સિટીઝન પુંજાભાઈ લાખાભાઈ કેશવાળા દ્વારા જિલ્લા કલેકટરને તોલમાપનું ચેકિંગ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. અને આ પ્રશ્નને મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટરના સ્વાગત કાર્યક્રમમાં લેવા જણાવાયું હતું. પુંજાભાઇ કેસવાલા એવી રજૂઆત કરી હતી કે જિલ્લો બનવા છતાં અત્યાર સુધીમાં તોલમાપની ઓફિસ કે કર્મચારીની નિમણૂક કરવામાં આવેલ નથી. પોરબંદરમાં આમ જનતા ઘણી વસ્તુઓમાં છેતરાઈ છે. તેના નમૂના પણ તેમની પાસે મોજૂદ હોવાનું જણાવ્યું હતું. અને આ પ્રશ્નને મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં લેવા માંગ કરાઈ હતી. વધુમાં તેઓએ જીલ્લામાં ક્યારેય પણ તોલમાપના અધિકારીઓએ ચેકિંગ કરેલ નથી તેવી પણ સ્પષ્ટતા કરી હતી. અરજદાર પુંજાભાઈ કેશવાલાની અરજી ધ્યાને લઇ પોરબંદર નાયબ કલેકટર દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી અને ગ્રાહક સુરક્ષા અધિકારીને એવી લેખિત સૂચના આપવામાં આવી હતી કે પુંજાભાઈ લાખાભાઈ કેશવાલાની રજૂઆતને ધ્યાને લઇ એલટી વીજવાયરો અંડરગ્રાઉન્ડ વાયરીંગ કરવા બાબતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવા જણાવ્યું હતું. આમ તોલમાપનું ચેકિંગ કરવાના પ્રશ્નનું નિરાકરણના બદલે એલટી વીજ વાયરો અંડરગ્રાઉન્ડ વાયરીંગ કરવા બાબતના પ્રશ્ને મુખ્યમંત્રી જિલ્લા કલેકટરના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવાનો નાયબ કલેકટરનો છબરડો સામે આવ્યો હતો.

તોલમાપના ચેકિંગની અરજી કરવાને બદલે અંડર ગ્રાઉન્ડ વાયરીંગ કરવા જણાવાયું
અન્ય સમાચારો પણ છે...