તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં શાળા નજીક સ્પીડબ્રેકર મૂકવા માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં અનેક શાળાઓ નજીક સ્પીડબ્રેકરોનો અભાવ જોવા મળે છે. જેમાં બાલુબા કન્યા વિદ્યાલય, નવયુગ વિદ્યાલય, રૂપાળીબા કન્યા શાળા, રામબા સ્કૂલ, ભાવસિંહજી હાઈસ્કૂલ, સિગ્મા સ્કૂલ વગેરે અનેક સ્કૂલો શહેરની મધ્યમાં આવેલી છે.

આ વિસ્તારમાં પાકા રસ્તા બની જતા વાહનચાલકો તેમજ બાઈકચાલકો બેફામ રીતે પૂરઝડપે વાહનો ચલાવે છે અને આવ-જા કરે છે તેમજ રીક્ષાઓ તથા મોટા વાહનો પણ બેફામ રીતે દોડી રહ્યા છે જેને કારણે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓની જાનમાલની સલામતી માટે સ્પીડબ્રેકર મૂકવા ખૂબ જ જરૂરી બન્યા છે.

આ અંગે સામાજીક કાર્યકર જયેશભાઈ સવજાણીએ જિલ્લા કલેક્ટર તથા નગર સેવા સદનના પ્રમુખને લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે સ્કૂલની બન્ને સાઈડ સ્પીડબ્રેકરો તાત્કાલીક મૂકવામાં આવે અને સ્કૂલના પ્રવેશ તથા છૂટવાના સમયે ટ્રાફિક પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...