તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝુરીબાગમાં બિનઉપયોગી જર્જરીત વીજપોલ હટાવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ઝુરીબાગ વિસ્તાર શેરી નં. 5 અને બિરલા ગટરની બાજુમાં 66 KV વિજપોલ આવેલ છે. આશરે 125 ફૂટની લંબાઈ ધરાવતા વિજપોલ જર્જરીત હાલતમાં છે અને આ વિજપોલનું વાયરીંગ અન્ડર ગ્રાઉન્ડ થયેલ છે. આ વિજપોલ કોઈ પ્રકારના ઉપયોગમાં નથી અને વિજપોલની આસપાસ ચારેબાજુ રહેણાંક વિસ્તાર છે. પોલની 10 ફૂટના અંતરમાં આંગણવાડી છે. છેલ્લા 3 વર્ષથી જેટકો કંપનીને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિવસ સુધી તંત્રએ કોઈપણ પ્રકારનો પ્રત્યુતર આપ્યો નથી. વાવાઝોડાનો ખતરો હતો તે પણ હાલ ટળી ગયો છે. પરંતુ ભવિષ્યમાં વધારે પવન ફૂંકાય અથવા ભયંકર વરસાદ પડે તો વિજપોલ ધરાશાયી થવાની દહેશત છે, જેથી તાત્કાલીક ધોરણે વિજપોલ હટાવવા બાબતે ભીમભાઈ કેશવભાઈ ઓડેદરાએ કલેક્ટરને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...