પોરબંદર-દ્વારકા હાઈવે પર વિસાવાડા પાસે જોખમી ગાબડા

Porbandar News - dangerous gaps near visavada on porbandar dwarka highway 070511

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:05 AM IST
વિસાવાડા |પોરબંદર-દ્વારકા નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે ત્યારે અમુક રસ્તાઓમાં રોડની એક તરફ વાહનોની અવરજવર થતી હોય છે અને આ રોડ પર હાઈવે કામને લીધે ડામર પણ હટાવી દેવામાં આવ્યા છે ત્યારે વિસાવાડા નજીક રોડ પર ગાબડા જોવા મળી રહ્યા છે. જેથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એકસાઈડ તરફ વાહનોની અવરજવરવાળા રસ્તા પર ગાબડા હોવાને લીધે અવારનવાર અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. આ રસ્તો તાત્કાલીક યોગ્ય સમથળ કરી ખાડા બુરવામાં આવે જેથી વધુ કોઈ ગંભીર અકસ્માત અથવા જાનહાનિ ટળી શકે તે બાબતે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તસ્વીર : રામ મોઢવાડીયા

X
Porbandar News - dangerous gaps near visavada on porbandar dwarka highway 070511
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી