તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરને પીવાનું પાણી પૂરૂં પાડતી લાઇનમાં રાણાવાવ પાસે ભંગાણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવ | પોરબંદરને પીવાનુ પાણી પુરૂ પાડતા ખંભાળા ડેમની પાઇપ લાઇન ગઇકાલે એટલે કે ગુરૂવારે રાત્રીના સમયે રાણાવાવ વિવેકાનંદ સ્કૂલ નજીક આવેલી લાઇનમાં ભંગાણ થયુ હતુ. પાઇપ લાઇન તૂટી જતા પાણીના ફુવારાઓ થયા હતા. સવારે 5 વાગ્યે આ અંગે જાણ થતા તાત્કાલિક પાણી પુરવઠા બોર્ડને જાણ કરવામાં આવી હતી. સવારે 7.30 વાગ્યે જાણ કરાતા 10.00 વાગ્યે કર્મચારીઓ દોડી આવ્યા હતા અને 10.00 વાગ્યા બાદ તૂટેલી પાઇપ લાઇનનું પાણી બંધ કરવામાં આવ્યુ હતુ અને બપોર બાદ પોઇપ લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુરૂવારે રાતથી પાઇપ લાઇન તૂટતા સવાર સુધીમાં લાખો લીટર પાણીનો વ્યય થયો હતો. આ પાણી રોડ, વોકળા, ખેતરોમાં ફરી વળ્યુ હતુ. તસ્વીર : દિલીપ જોષી

અન્ય સમાચારો પણ છે...