તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોઢવાડામાં ખોટી વારસાઇ એન્ટ્રીનાે કેસ, ચાર્જશીટ ફાઈલ ન કરવા કોર્ટે કર્યો હુકમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર તાલુકાના મોઢવાડા ગામના પરબતભાઈ મુંજાભાઇ મોઢવાડિયાના નામે ખેતીની જમીન આવેલ હોય અને આ અંગે તેમના પત્ની શાંતીબેન પરબતભાઇ મોઢવાડીયા દ્વારા મામલતદાર કચેરીમાં વારસાઇ એન્ટ્રી પડાવવા અરજી કરતા અને તે સંબંધિત પરબતભાઈના અગાઉના ઘરનાં સંતાનો દ્વારા વારસાઇ એન્ટ્રી સંબંધે મામલતદારમાં વાંધા અરજી કરેલ હતી.

આ સંબંધે વારસાઈ અરજી સાથે પંચરોજ કામ કર્યું હતું. જેમાં ગામના આગેવાનો જેસા કેશવ મોઢવાડિયા વગેરે પાંચ વ્યક્તિઓએ સહી કરી હતી અને તેઓને જમીન સંબંધે કાંઈ લેવાદેવા ન હોય પરંતુ રૂટિનમાં જે પ્રમાણે મદદ કરવાના ઈરાદે સહિ કરવામાં આવતી હોય તે જ રીતે સહી કરી દીધેલ હતી. અને સહી કરવા બાબતે તેઓની સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ હતી.

એડવોકેટ મારફત આગોતરા જામીન મેળવ્યા હતા અને ત્યારબાદ આ પાસે વ્યક્તિઓ સામે ખોટી ફરિયાદ દાખલ થયેલ હોય અને ખરેખર વારસાઇ એન્ટ્રી કરાવવાના શાંતીબેન પરબતભાઇ મોઢવાડીયા દ્વારા સોગંદનામું પરબતભાઈના અન્ય કોઇ વારસદાર ન હોવાનું જાહેર કરેલ હતું. અને તેના આધારે જ તલાટી કમ મંત્રી દ્વારા પંચરોજ કામ કરાયું હતું.

અને તે રીતે તેઓને જમીન સંબંધી કે વારસદાર સંબંધિત કાંઈ લેવાદેવા ન હતા. આમ છતાં તેમની સામે ખોટી ફરિયાદ થતાં તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા એડવોકેટ મારફતે પિટિશન દાખલ કરી હતી. અને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ રેકોર્ડ્સ જોઇ કમલાબાગ પોલીસને આ ગુનામાં કોર્ટની પરવાનગી વગર આરોપીઓ સામે નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ ન કરવા હુકમ કરેલ છે.

આમ માત્ર મદદ કરવાના ઈરાદે કરેલ કાર્યવાહી ક્યારેક ભારે પડી જતી હોય છે. તેવુ આ કેસમાં બનેલ છે. પરંતુ નામદાર હાઇકોર્ટ દ્વારા ચાર્જશીટ ફાઇલ ન કરવાનું જણાવતા રાહત થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો