તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના : તંત્ર પર અસર, જનજીવન પર મિશ્ર અસર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર | વિશ્વમાં ઠેક ઠેકાણે ફેલાયેલા કોરોના વાયરસને કારણે અનેક લોકોના મોત થઇ રહ્યા છે ત્યારે ભારત દેશમાં અા વાયરસને રોકવા માટે તમામ રાજયોમાં સરકારની ગાઇડલાઇન મુજબ અારોગ્ય વિભાગ પ્રયત્ન કરી રહ્યુ છે. તેમછતાં ભારતમાં અા વાયરસ ફેલાવાનો ચાલુ છે. જોકે ગુજરાતમાં હજુ સુધી અા વાયરસને લીધે કોઇનું મોત નીપજ્યુ નથી, જયારે અા વાયરસ સામે લડી લેવા તંત્ર અગમચેતીના પગલા લઇ રહ્યુ છે. સરકારે શાળા-કોલેજો, પ્રવાસન સ્થળો, સીનેમાઘરો અને જીમ સહિતના સ્થળો બંધ કરી દેવા અાદેશ અાપ્યા છે. પોરબંદર જીલ્લામાં હજુ પણ કોરોના વાયરસનો અેકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી, તેમછતાં જીલ્લામાં તંત્ર સજ્જ છે અને અગમચેતીના પગલારૂપે અારોગ્ય વિભાગ લોકોને સાવચેતી અાપવા માટે માર્ગદર્શન અાપી રહ્યુ છે. કોરોના વાયરસની તંત્ર પર અસર હોય તેમ તંત્ર દોડતુ થઇ ગયુ છે, પરંતુ અામ જનજીવન પર કોરોના વાયરસની અસર બહુ ન હોય તેમ બેંકો, સિવીલ હોસ્પીટલ, સરકારી કચેરીઅો, બસ સ્ટેન્ડ, સહિતની જગ્યાઅો પર લોકો માસ્ક પહેર્યા વિના રાબેતા મુજબ જીવન જીવી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...