તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ : પોરબંદર - ભાણવડ ટ્રેન રદ્દ કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે સાવચેતીના ભાગરૂપે પોરબંદરથી ભાણવડ જતી ટ્રેન રદ્દ કરવામાં અાવી છે. મહામારી કોરોના વાયરસનો ચેપ અન્ય મુસાફરોને ન લાગે અને વાયરસનો ફેલાવો થતો અટકે તે માટે અનેક ધાર્મિક સ્થળો તેમજ જયાં લોકોનો વધુ જમાવડો રહેતો હોય તેવા વિસ્તારોમાં ન જવા તંત્ર દ્વારા સુચનાઅો અાપવામાં અાવી છે. જેથી રેલ્વે વિભાગે પણ સાવચેતીના ભાગરૂપે નિર્ણય કર્યો છે કે પોરબંદરના રેલ્વે સ્ટેશન પરથી ઉપડતી ટ્રેન નં.59216 પોરંદર-ભાણવડ ટ્રેન દરરોજ સાંજે 7 વાગે ઉપડતી હતી તે રદ્દ કરવામાં અાવી છે, તેમજ ટ્રેન નં.59215 ભાણવડથી પોરબંદર દરરોજ સાંજે 8.15 કલાકે ઉપડતી હતી તેને પણ રદ્દ કરવામાં અાવી છે. અા બન્ને ટ્રેનો 30 માર્ચ સુધી રદ્દ કરવામાં અાવી છે, તેવું રેલ્વેના દિપકભાઇ ગોહિલે જણાવ્યુ હતુ.

30 માર્ચ સુધી ટ્રેનને રદ કરવામાં અાવી
અન્ય સમાચારો પણ છે...