તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં સતત મતદાર યાદી સુધારણાથી 11,322 મતદારોનો થયો વધારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 1/1/19 ના રોજ 18 વર્ષ પૂરા થતા હોય તે મુજબની લાયકાતની તારીખ અનુસંધાને 31 જાન્યુઆરી 2019 ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. આ યાદીમાં જેમના નામ બાકી રહી ગયા હોય તથા 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા મતદારો માટે મતદાન યાદી સુધારણા કાર્યક્રમ અને ખાસ ઝુંબેશ પણ યોજવામાં આવી હતી. આમ, ચૂંટણીતંત્ર દ્વારા સતત મતદાર યાદી સુધારણાથી 11,322 મતદારોનો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...