તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 કરોડના ખર્ચે અનાથ દિકરાઅોના ઉછેર માટે ચિલ્ડ્રન હોમનું નિર્માણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સમાજમાં સુખી-સંપન્ન લોકોની સાથોસાથ દુ:ખભર્યુ જીવન ગુજારનાર અનાથ દીકરાઅો જીલ્લતભર્યુ જીવન ગુજારી રહ્યા છે. અાવા બાળકોનું જીવન પણ સુખી બને અને સમાજના મુખ્ય પ્રવાહમાં અા દીકરાઅો ભળી શકે તે માટે પોરબંદરમાં અનાથ દીકરાઅોના ઉછેર માટે રૂ.6 કરોડના ખર્ચે ચિલ્ડ્રનહોમ ફોર બોયસ ઉભુ કરવામાં અાવ્યુ છે. 4 મહિના બાદ 25 નિરાશ્રિત દીકારાઅો સાથે અા ચિલ્ડ્રનહોમ ફોર બોયસ વિધીવત કાર્યરત કરવામાં અાવશે.

પોરબંદરના સાંદિપની રોડ પર રૂ.6 કરોડના ખર્ચે બનાવાયેલા અધ્યતન ચિલ્ડ્રનહોમ ફોર બોયસમાં જુલાઇ માસમાં પ્રાયોગિક ધોરણે 25 દીકરાઅોને રાખવામાં અાવશે. માત્ર દીકરાઅો માટે બનાવામાં અાવેલ અા ચિલ્ડ્રનહોમ ફોર બોયસમાં સમાજમાં અેકલા-અટુલા પડી ગયેલા દીકરાઅોને દાખલ કરવામાં અાવે છે. જેમાં કોઇ દીકરા અનાથ હોય, કોઇ દીકરા પોતાના માતા-પિતાથી વિખુટુ પડી ગયા હોય કે કોઇ દિકરાઅોનો તેના માતા-પિતાઅે ત્યાગ કરી દીધો હોય, તે ઉપરાંત કોઇ દિકરો સીંગલ પેરેન્ટ ચાઇલ્ડ હોય કે પછી અેવો દીકરો કે જેના માતા-પિતા જેલમાં હોય તેવા દીકરાઅોને વસાવવામાં અાવશે. અાવા દીકરાઅોને અહીં ખાવા-પીવાથી લઇને જીવન જરૂરી તમામ ચીજ-વસ્તુઅો સમાજ સુરક્ષા ખાતા દ્વારા પુરી પાડવામાં અાવશે. તે ઉપરાંત ત્રણ માળના અા બિલ્ડીંગમાં અાવા દીકરાઅો માટે પુસ્તકાલય, રસોડું, સાંસ્કૃતિક હોલ, કાઉન્સેલીંગ રૂમ તેમજ રહેવા માટે અન્ય 10 અોરડાઅો તમામ સુવિધાઅો સાથે તૈયાર કરવામાં અાવ્યા છે. દીકરાઅોને મનોરંજન માટે ટીવીની પણ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં અાવી છેે.

અા દીકરાઅોની દેખરેખ માટે 15 કર્મચારીઅો કાર્યરત રહેશે. અહીં દીકરાઅોને ભોજન, રમત-ગમત, ઉપરાંત અારોગ્યની પણ તમામ સુવિધાઅો અાપવામાં અાવશે, જેમાં સારવાર કક્ષ તેમજ અેક કાયમી ડોકટરની પણ વ્યવસ્થા ઉભી કરવામાં અાવી છે. સરકાર જ અાવા દીકરાઅોના વાલી બની તેની પાછળ વર્ષે અંદાજીત રૂ.1 લાખનો ખર્ચ કરી, તેમનો ઉછેર કરશે. વિદ્યાર્થીઅોને શિક્ષણ મળી રહે તે માટે નજીકની શાળાઅો સાથે સમજુતી કરીને અાવા દીકરાઅોના ભણતરની પુરી જવાબદારી સરકાર દ્વારા ઉઠાવવામાં અાવશે.

ચિલ્ડ્રનહોમ ફોર બોયસમાં રહેતા દીકરાઅોને તમામ સુવિધાઅોની સાથેસાથે સમકક્ષ વિકાસ મળી રહે તે માટે સમકક્ષ ઉમરના દીકરાઅોનું જુથ્થ બનાવીને રહેવાની વ્યવસ્થા ઉભી કરાશે. જેમાં 6 થી 10 વર્ષની ઉમરના, 10 થી 14 વર્ષની ઉમરના અને 14 થી 18 વર્ષની ઉમરના દીકરાઅોને અલગ અલગ જુથ્થમાં રહેવાની વ્યવસ્થા ઉભી કરાશે.


સમગ્ર રાજયમાં પોરબંદર અને દ્વારકામાં ચિલ્ડ્રનહોમ ફોર બોયસ કાર્યરત ન હતું


સમગ્ર ગુજરાતમાં અનાથ દીકરાઅોની સાર-સંભાળ માટે દરેક જીલ્લામાં ચિલ્ડ્રનહોમ ફોર બોયસ કાર્યરત હતુ, માત્ર પોરબંદર અને દ્વારકામાં જ અા પ્રકારની સુવિધા શરૂ કરાઇ ન હતી.


પોરબંદરમાં 1 અનાથ બાળક પાછળ વર્ષે અંદાજીત રૂ.1 લાખ જેટલો ખર્ચ કરાશે

ઉંમર પ્રમાણે દિકરાઅોની રહેવાની વ્યવસ્થા કરાશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો