તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિર્તીમંદિર ખાતે NCC સાયકલયાત્રાનું સમાપન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલ 2જી ઓકટોબરે મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર ભારતભરમાં ઉજવાશે જેના ભાગરૂપે એનસીસી દ્રારા ગાંધીજીની કર્મભૂમી થી જન્મભૂમી સુધીની સાયકલ યાત્રાનું આયોજન એનસીસી દ્રારા કરવામાં આવ્યુ હતુ. એનસીસી ના 11 કેડેટસ અને સ્ટાફ સહિત 35 વ્યકિતોઓ આ સાયકલ યાત્રામાં જોડાયા હતા. દાંડીથી તા.19-09 ના રોજ આ યાત્રા શરૂ કરવામાં આવી હતી અને 11 સ્થળોએ આ યાત્રા રોકાઇ હતી ત્યારે દરેક જગ્યાએ આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. એનસીસી ના યુવાનોએ ગાંધીજીના વિચારો રજૂ કર્યા હતા. ગાંધીજીના મૂલ્યો લોકોના જીવનમાં ઉતરે તે માટે અલગ અલગ જગ્યાએ નાટકો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ સાયકલ યાત્રા ગઇકાલે ગાંધીજીના જન્મસ્થળ કિર્તીમંદિરે પહોચી હતી. ત્યારે સુરક્ષા એજન્સીના જવાનો દ્રારા આ સાયકલ યાત્રીઓનું ઉસ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અને કિર્તીમંદિર ખાતે આ યાત્રીકોને પ્રમાણપત્ર અને ટોપીઓ આપી અને બિરદાવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...