તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માધવપુરમાં જગ્યા વાળવા બાબતે પાઈપ વડે સામસામી મારામારી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માધવપુરમાં મચ્છીયારાવાડ વિસ્તારમાં ઝુંપડા પાસે આવેલ જગ્યામાં લાકડા ખોડી જગ્યા વાળતા સામસામે બોલાચાલી થતા 2 મહિલા સહિત 6 શખ્સોએ સામસામે લાકડી અને લોખંડના પાઈપ વડે મારામારી કરી ઈજા પહોંચાડ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મચ્છીયારાવાડમાં રહેતા મહમ્મદ સુલેમાન લુચાણીના કબ્જાની જમીન ઉપર હવાબેન આરબ લુચાણી, આરબ ઈસ્માઈલ, સાદીક આરબ એ લાકડા ખોડેલ હોય જે અંગે ઠપકો આપવા જતા હવાબેન અને આરબે મહમ્મદ સાથે બોલાચાલી કરી, ભૂંડી ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર માર્યો હતો. જ્યારે સાદીકે લોખંડના પાઈપ વડે માથાના ભાગે માર માર્યો હતો. જ્યારે આરબ ઈસ્માઈલ લુચાણીએ પણ પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અમો ઝુંપડા પાસે આવેલ જગ્યામાં લાકડા ખોડી જગ્યા વાળતા હતા તે દરમિયાન મામદ સુલેમાન લુચાણી, હાજીબેન મામદ અને દાઉદ સુલેમાન ત્યાં આવી જતા લાકડા ખોડવાની ના પાડતા, સામસામે બોલાચાલી થતા લોખંડના પાઈપ, મચ્છી કાપવાનો કાંટો અને લાકડી લઈને ગાળો કાઢી માર મારી ઈજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો