તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતંગ મહોત્સવની ઉજવણીમાં સલામતી અને સાવચેતી રાખવા કલેક્ટરની તાકીદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મકરસંક્રાંતિના તહેવારને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. પ્લાસ્ટીક, સિન્થેટીક, તિક્ષ્ણ ચાઈનીઝ દોરીઓનો ઉપયોગ થતો હોય છે. જેને કારણે પક્ષીઓના મૃત્યુ થઈ શકે છે અને માનવજીવ પણ જોખમમાં મૂકાય છે. માણસના શરીર પર ઊંડા ઝખ્મ થવાની પણ શક્યતા રહેલી છે. ઉપરાંત બાળકોના હાથ-પગમાં પણ દોરી વીંટળાવાથી ઈજા પહોંચે તેમજ પતંગ માટે દોડાદોડી કરતા બાળકો જાહેર માર્ગો ઉપર આવી પહોંચતા હોય ત્યારે વાહન અકસ્માત થવાનો પણ ભય સેવાઈ રહે છે. માટે લોકોની સલામતી જાળવવા સાવચેતી રાખવા અંગે નિવાસી અધિક કલેક્ટરે જવાબદાર વિભાગોને સાવચેતીના ભાગરૂપે કશા પ્રકારની કચાશ ન રાખવા અનુરોધ કર્યો હતો. તેમજ હિલીયમના ફૂગ્ગાથી પણ સાવચેતી રાખવા જણાવાયું હતું. કારણ કે હિલીયમના ફૂગ્ગાથી આગની શક્યતાઓ વધી શકે. આ અંગે લોકો પોતાની જવાબદારી ચૂકે નહીં તેની કાળજી રાખવા જણાવાયું હતું.

સાવચેતીના ભાગરૂપે શું ધ્યાને રાખવું ?
સાવચેતીના ભાગરૂપે પ્રાથમિક સારવારની કીટ રાખવી, માણસો, પશુઓ અને વાહનોથી સાવચેત રહેવું, પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઈ છે કે કેમ ? તેની ખાતરી કરવી, માથા ઉપરથી પસાર થતા વિજળીના તારથી દૂર રહેવું તેમજ ધાબાની અગાસી કરતા ખૂલ્લા મેદાનમાં પતંગ ચગાવવી તથા પતંગ ચગાવતા બાળકોના વાલીઓએ તેમની દેખરેખ રાખવા સમજણ, સદભાવના અને સાવચેતી રાખવા અંગે જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...