પોલીસ પરિવાર માટે ક્લાસીકલ સુમધુર સંગીત સંધ્યા યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં પોલીસ પરિવાર માટે ક્લાસીકલ સુમધુર સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રેન્જ આઈ.જી. ની હાજરીમાં કલાકારોએ સુમધૂર રાગોથી સંધ્યાને સજાવી હતી.

પોરબંદર શહેરમાં આર.જી.ટી. કોલેજ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય અલ્તાફ રાઠોડ દ્વારા પોલીસ પરિવારો માટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ક્લાસીકલ સુમધુર સંગીત સંધ્યા કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કલાકારોએ પોતાના સૂરીલા સ્વરમાં રાગ માલકૌંસ, યમન, શિવરંજની, ભૈરવી જેવા સુમધૂર રાગો રેલાવ્યા હતા. આ તકે જૂનાગઢ રેન્જ આઈ.જી. ડો. સુભાષ ત્રિવેદી, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ, કલેક્ટર મુકેશ પંડ્યા વગેરે અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સૂરીલા સંગીતની જવાબદારી સંભાળનાર ડો. અલ્તાફ રાઠોડ અને તેમની ટીમને મોમેન્ટો અને શિલ્ડ આપી બિરદાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...