તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાયમી મંજૂરી મળશે તો સીટી બસ શરૂ થશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાં વર્ષોથી ચાલતી સીટી બસ સેવા પોરબંદર શહેરીજનો માટે એક આશિર્વાદ સમાન હતી. પરંતુ સપ્ટેમ્બર-2016 માં ખાનગી કંપનીને સોંપેલો સીટી બસ સેવાનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હતો અને ત્યારબાદ સીટી બસ સેવા બંધ થઈ ગઈ હતી. શહેરીજનો, સામાજીક સંસ્થાઓ દ્વારા અનેક વખત ફરી સીટી બસ સેવા શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવ્યા બાદ પાલિકાએ નવા કોન્ટ્રાક્ટર ત્રિશુલ એન્ટરપ્રાઈઝને પુન: સીટી બસ સેવા શરૂ કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો અને તા. 14/5/2018 ના રોજ સીટી બસ સેવા શરૂ થતા નગરજનોને ઉંચા ભાડા ચૂકવીને મુસાફરી કરવામાંથી મુક્તિ મળી હતી. પરંતુ ‘ચાર દિનની ચાંદની’ ની જેમ આ ફરી શરૂ કરાયેલી સીટી બસની સુવિધા માત્ર સાડા ચાર મહિનામાં એટલે કે 31/10/2018 ના રોજ ફરીથી સીટી બસના પૈડા રોડ પરમીટ એગ્રીમેન્ટ અનુસંધાને એકાએક થંભી ગયા હતા અને ફરીથી પોરબંદરવાસીઓને ખાનગી વાહનોનો સહારો લેવાનો વારો આવ્યો હતો અને આજે પણ તંત્રની ઉદાસીનતાને કારણે હજુ સીટી બસ શરૂ ન થતા સિનીયર સિટીઝનો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને મસમોટા રીક્ષાઓના ભાડા ચૂકવવા પડી રહ્યા છે, આમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્રિશુલ એન્ટરપ્રાઈઝ ની 7 નવી બસો ચાલતી હતી અને આ બસો કોન્ટ્રાક્ટરે ફાયનાન્સ પર લીધેલી હતી. જેમાં હાલ દર મહિને 1 બસના 47,000 રૂપીયા હપ્તા લેખે 7 બસના 3,29,000 રૂપીયા ચૂકવવા પડી રહ્યા છે જેથી હપ્તાઓ પણ ચડી ગયા છે અને ફાયનાન્સ અધિકારીઓ રૂબરૂ મળવા આવ્યા હતા અને 28/2 સુધીમાં આ બસો ઉપાડી જવાની તૈયારી બતાવી હતી. જેથી પોરબંદરમાં બંધ સીટી બસ સેવા ફરી શરૂ થવાના હજુ કોઈ અણસાર જણાતા નથી.

બાપલા..હવે તો બસ ચાલુ કરો !
દેવ દર્શન માટે સુદામાચોકથી સત્યનારાયણ મંદિર સુધી બસમાં જતા ત્યારે માત્ર 5 રૂપીયામાં પહોંચી જતા અને 10 રૂપીયામાં તો ઘરે પહોંચી જતા હતા. પરંતુ હવે ડબલ રૂપીયા ચૂકવવા પડે છે જેથી દેવ દર્શને માટે અઠવાડીયામાં 3 વખત જવાનું થાય છે. મોંઘવારી છે તો ધ્યાન રાખવું પડે. કરશનભાઈ, સિનીયર સિટીઝન

શું કહે છે કોન્ટ્રાક્ટર ?
સીટી બસ ચલાવવા માટે ટેમ્પરરી પરમીશન મળી છે પરંતુ કાયમી પરમીશન મળી નથી. 3 મહિના કામચલાઉ પરમીશનમાં ચલાવ્યું હતું. કામચલાઉ પરમીશન થોડા સમય પૂરતી હોય છે અને ફરીથી બંધ કરવી તેના કરતા કાયમી પરમીશન મળે તો વાંધો ન આવે. મહેશ પરમાર, ત્રિશુલ એન્ટરપ્રાઈઝ

ટેમ્પરરી પરમીશન આપી દીધી છે
ગાંધીનગર વાહન વ્યવહાર કમીશનર કચેરી દ્વારા પોલીસીની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી આર.ટી.ઓ. તરફથી ટેમ્પરરી પરમીટ ઈસ્યુ કરવામાં આવી છે અને ત્રિશુલ એન્ટરપ્રાઈઝના માલિક અને પાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં જણાવ્યું છે. જ્યાં સુધી નિરાકરણ ન આવે ત્યાં સુધી બસ ચાલુ રાખવામાં આવે, અમને કોઈ વાંધો નથી. કારણ કે ઉપરથી આદેશ આવી ગયો છે. બી.એમ. ચાવડા, ઈન્ચાર્જ એ.આર.ટી.ઓ.

શું કહે છે પાલિકાના ચીફ ઓફિસર ?
એજન્સીને ટેમ્પરરી છૂટ આપી છે પરંતુ ત્રિશુલ એન્ટરપ્રાઈઝના માલિક અને પાર્ટનરે ના પાડી છે. જેથી ફરીથી ગાંધીનગર ખાતે પ્રપોઝલ મૂકવામાં આવી છે. પ્રપોઝલ સ્વીકારાય એટલે બસ ચાલુ થશે. રુદ્રેશ હુદડ, ચીફ ઓફિસર-પોરબંદર નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો