તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફૂલ જેવા બાળકોને માળીની જેમ ખીલવવા જોઇએ : કેળવણીકાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં આવેલ માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણિયા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તાજેતરમાં એજ્યુકેશનલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે આજનું શિક્ષણ બોજીલુ બની ગયું છે. ભાર વગરના ભણતર અભિગમને બદલે ભાર વાળું ભણતર બની ગયું છે. મા-બાપ વાલીઓના બાળકોની બુદ્ધિક્ષમતા બહારની અપેક્ષાઓને કારણે બાળકો ડ્રીપેશન અનુભવી રહ્યા છે. આ પ્રસંગે જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડા એવું જણાવ્યું હતું કે બાળકોનું જીવન વૃત્તિ જન્ય, અનુકરણ શીલ, ક્રિયાશીલ અને કલ્પનાશીલ હોય છે. પ્રેમ, હૂંફ, આપીને ફૂલ જેવા બાળકોને માળીની જેમ ખીલવવા જોઈએ તો જ શિક્ષણ ફરી ભૂત થાય છે. તેવું જણાવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...