તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુકેથી આવેલા બાળકને આઇસોલેશન વિભાગમાં દાખલ કર્યો : કોરોનાની આશંકા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર પંથકમાં યુકે થી આવેલ એક 14 માસના બાળકને ગાળામાં દુખાવો અને તાવ આવતા આ બાળકને ભાવસિંહજી હોસ્પિટલના આઇસોલેશન વિભાગમાં દાખલ કરી બાળકના સવૉબ ના નમૂના રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે.

યુ કે થી એક પરિવાર પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં ગત તા. 05/03 ના રોજ આવ્યા હતા, અને પરિવારના 14 માસના બાળકને તાવ અને ગળામાં દુખાવો થતા, આ બાળકને ખાનગી હોસ્પિટલે લઈ ગયા હતા, જ્યાં બાળકની તબિયત અંગે જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગને જાણ કરી હતી અને આ બાળકને કોરોનાની આશંકાએ પોરબંદરના ભાવસિંહજી હોસ્પિટલના આઇસોલેશન વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે, અને બાળકના સવૉબ ના નમૂના જામનગર ખાતે રિપોર્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે, જોકે તબીબે જણાવ્યું હતું કે આ કેસ શંકાસ્પદ છે, હજુ સુધી કોરોના કેસ પોઝિટિવ આવ્યો નથી, પરંતુ રિપોર્ટ કરવો જરૂરી હોય, જેથી શંકા નું યોગ્ય સમાધાન અને નિરાકરણ થઈ શકે, રિપોર્ટ આવ્યા બાદ બાળકની બીમારીનું સાચું કારણ જાણી શકાશે.

બાળકના સવૉબ નો નમૂનો રિપોર્ટ માટે જામનગર મોકલાયો
અન્ય સમાચારો પણ છે...