તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીમાં કર્મીઓનું સ્વાસ્થ્ય બગડે તો કેશલેસ તબીબી સારવાર અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર રાજ્યની સાથે પોરબંદરમાં પણ 23 એપ્રિલે યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ચૂંટણીમાં ફરજ બજાવતા સ્ટાફનું સ્વાસ્થ્ય બગડવા પર ‘કેશલેસ’ તબીબી સારવાર પૂરી પાડવામાં આવશે. ચૂંટણી કાર્યમાં રોકાયેલ તમામ સ્ટાફને કેશલેસ સારવારનો લાભ આપવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા ઠરાવ મુજબ ચૂંટણી કાર્યમાં રોકાયેલા તમામ મૂલ્કી તથા પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ, કેન્દ્રીય હથીયારી પોલીસ દળના સ્ટાફ, ચૂંટણી ફરજ પરના ડ્રાઈવર-ક્લીનર સહિત ચૂંટણી ખર્ચ નિયંત્રણ ટીમોના તમામ સ્ટાફને આ કેશલેસ સારવારનો લાભ આપવામાં આવશે.આ ઉપરાંત યુ.એન. મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલ-અમદાવાદ તેમજ અમદાવાદની ઈન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે પણ નિ:શુલ્ક સારવાર પૂરી પડાશે. તેનો સંભવીત ખર્ચ રી-એમ્બર્સ કરવાનો રહેશે. સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીના પ્રમાણપત્રના આધારે તાકીદના સંજોગોમાં નજીકની ખાનગી હોસ્પિટલ્સમાં પણ કેશલેસ સારવાર મળવાપાત્ર રહેશે. જેમાં ચૂંટણીમાં ફરજ પરના સ્ટાફને જ્યારથી ચૂંટણી ફરજ સોંપવામાં આવે ત્યારથી ચૂંટણી ફરજ પૂર્ણ થાય તે દિવસ સુધી આ સુવિધા મળવાપાત્ર રહેશે. રાજ્ય સરકારની જિલ્લા, તાલુકા કક્ષાએ આવેલી હોસ્પિટલ, મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ચૂંટણી ફરજ પરના સ્ટાફને નિ:શુલ્ક સારવાર પૂરી પાડવામાં આવશે જેમાં બહારની દવાઓ, ઈમ્પ્લાન્ટનો ખર્ચ પણ હોસ્પિટલ દ્વારા અપાશે.

અન્ય સમાચારો પણ છે...