તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીમર ગામે પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરના સીમર ગામે પિસ્તોલ સાથે મેરવદરના શખ્સને એલ.સી.બી. એ ઝડપી લીધો હતો.

પોરબંદરના ઈન્ચાર્જ એલ.સી.બી. પી.આઈ. એચ.એન. ચુડાસમા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન એલ.સી.બી. ના એ.એસ.આઈ. મેરખીભાઈ આગઠ તથા એસ.સી.-એસ.ટી. સેલના કેશુભાઈ ગોરાણીયાને મળેલ ચોક્કસ બાતમીના આધારે સીમર ગામના બસ સ્ટેશન સામે રોડ ઉપર દરોડો પાડ્યો હતો અને મુળ સીમર ગામના તથા હાલ મેરવદર ગામે રહેતા અરજણ ખીમા કારાવદરાના કબ્જામાંથી આધાર-પરવાના વગરની ગેરકાયદેસર લોખંડની હાથ બનાવટની ચાલુ હાલતની પિસ્તોલ સાથે આ શખ્સને ઝડપી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ હાથ બનાવટની ચાલુ હાલતની પિસ્તોલ એક નાળની લંબાઈ 8 સે.મી. તથા બોડીની લંબાઈ 15.5 સેન્ટીમીટર અને બટની લંબાઈ 8 સે.મી. છે જેની કિંમત 25,000 રૂપીયા થાય છે. આ શખ્સને ઝડપીને હથીયારધારા મુજબ ગુન્હો દાખલ કરી બગવદર પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એલ.સી.બી. ના રવિન્દ્ર ચાંઉ, સલીમ પઠાણ, લખમણભાઈ કારાવદરા, મસરીભાઈ ભુતિયા સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો