તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારાવાડા ગામથી ભોમિયાવદર જવા માટેનાે પુલ રેલીંગ વિહોણો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર તાલુકાના પારાવાડા ગામે વર્તુ નદી આવેલી છે. આ નદી ઉપર ભોમિયાવદર જવા માટેના રસ્તા ઉપર પુલ આવેલો છે. આ પુલ બનાવવામાં આવ્યો ત્યારથી જ રેલીંગ ફીટ કરી ન હોવાને કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે અને પુલ પર બે વાહનો ભેગા થાય તો રેલીંગના અભાવે પુલથી નીચે પડી જવાનો પણ ભય સતાવી રહ્યો છે. આ પુલમાં રેલીંગ ફીટ કરાવવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. આ પુલ પર રેલીંગના અભાવને કારણે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ પુલ પર વહેલી તકે રેલીંગ ફીટ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. તસ્વીર : જીતુ કારાવદરા

અન્ય સમાચારો પણ છે...