તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અડવાણા થી મોરાણા તરફ જતો માર્ગ બિસ્માર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર તાલુકાના ગ્રામ્યપંથકમાં એક ગામ થી બીજા ગામને જોડતા રસ્તાઓ બિસ્માર છે. વર્ષોના વહાણા વિતી ગયા હોવા છતાં પણ અમુક માર્ગોને ડામરથી મઢવામાં આવ્યા નથી. જેને કારણે વાહનચાલકોને માર્ગ ઉપર પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. અડવાણાથી મોરાણા તરફ જતો માર્ગ પણ બિસ્માર છે અને આ રોડ ઉપર ઝાડી-ઝાંખરા હોવાને કારણે વાહનચાલકોને પસાર થવામાં ભારે હાડમારી વેઠવી પડે છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા ઝાડી-ઝાંખરા દૂર કરી રસ્તાને ડામરથી મઢવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...