તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં આજે તિરૂપતિ બાલાજી મંદિરે ભજન-સંધ્યા,ગોષ્ઠી અને પ્રસાદીનો કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં આજે રાંદલ માતાજીનો તૃતીય પીઠ-પાટોત્સવનું આયોજન કરાયું
પોરબંદરમાં રાંદલ માતાજીનો તૃતીય પીઠ પાટોત્સવ યોજનાર છે. આજે તારીખ 12 નવેમ્બરને મંગળવારના દિવસે રન્નાદે શક્તિપીઠ ખાતે રાંદલ માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે ભગીરથભાઈ ભરાણીયા દ્વારા નિમંત્રિતોને ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.


પોરબંદરમાં આજે તિરૂપતિ બાલાજી મંદિરે ભજન-સંધ્યા,ગોષ્ઠી અને પ્રસાદીનો કાર્યક્રમ
પોરબંદરમાં જ્યૂબીલી પાણી કોઠા સામે આવેલ શ્રી નારાયણ ટેકરી મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી તિરુપતિ બાલાજી મંદિર ખાતે કાર્તિકી પૂનમ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તારીખ 12 નવેમ્બરને મંગળવારના દિવસે ભજન, સંધ્યા, ગોષ્ઠી, પ્રસાદનો કાર્યક્રમ યોજાનાર છે. સાંજે 5 કલાકે વલ્લભ પ્રભુ સત્સંગ મંડળના પ્રકાશભાઈ રૂપારેલની ટીમ દ્વારા સત્સંગનું આયોજન થયું છે. આ તકે ભક્તજનોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...