તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવપરા ગામે આવળ માતાજીના મંદિરે ભાગવત સપ્તાહનો 7 મેથી થશે પ્રારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોઢાણા | પોરબંદર ના ભાવપરા ગામે પાંચડેરા ધામ આવળ માતાજીના મંદિરે બાવન ગજની ધજાના સ્થંભની સ્થાપના તથા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 7/5 ના ભાગવત કથાનો પ્રારંભ થશે તા. 13/5 ના રોજ કથા વિરામ લેશે. આ ભાગવત કથાની સાથે માતાજીનો યજ્ઞ તથા માતાજીની બાવન ગજની ધ્વજાના સ્થંભની પણ સ્થાપના કરવામાં આવશે અને કથામાં ભજન, સંતવાણી તથા બપોરના સમય દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો તથા તા. 13/5 ના રોજ આદિત્યાણા કાનગોપી રાસ મંડળી દ્વારા કાન-ગોપી રાસનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો સમગ્ર વિસ્તારની ધર્મપ્રેમી જનતાને આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા પાંચ ડેરા મંદિરના પૂજારી રામજી બાપુએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...