તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નગ્ન અવસ્થામાં દિયરને ન્હાતા જોઇ જતાં ભાભીએ ધોકાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના બિરલા કોલોની નજીક ઇન્દીરાનગરમાં રહેતા સંતોષ ગીરધરભાઇ રાણીંગા નામના 40 વર્ષીય બેકાર યુવાને એવી ફરિયાદ નોંધાવી છે કે, તેનો મોટો ભાઇ યશ જુનાગઢ પરિક્રમા કરવા માટે ગયો હતો અને સંતોષ મકાનની બહાર ફળીયામાં પોતાના તમામ કપડા કાઢીને નગ્ન અવસ્થામાં ન્હાતો હતો ત્યારે તેના ભાભી જીવતીબેન ઉર્ફે જાનુબેન યશ રાણીંગા ધોકો લઇને ત્યાં આવી પહોંચ્યા હતા અને ‘તુ નગ્ન અવસ્થામાં કેમ નહાય છે, તને શરમ નથી આવતીં’ તેમ કહીને સંતોષના માથાના ભાગે લાકડાના ધોકાના ત્રણ ઘા મારી દીધા હતા તથા શરીરે પણ આડેધડ ધોકા મારવા લાગતા યુવાન બુમાબુમ કરવા લાગ્યો હતો એ દરમિયાન લોકો એકઠા થઇ ગયા હતા જેમાં તેના પડોશમાં રહેતા મુન્નાભાઇ અને જગદીશ આવી ગયા હતા અને તેઓએ ભાભીના સિકંજામાંથી દીયરને છોડાવ્યો હતો અને 108 ને ફોન કરતા એમ્બ્યુલન્સમાં ભાવસિંહજી હોસ્પિટલે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં તેણે પોતાની સગી ભાભી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...