તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરની શાળામાં વિદ્યાર્થીઓને બેન્કિંગની માહિતી આપવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવ | પોરબંદર નજીક રાજકોટ હાઈવે પર રાણાવાવ તાલુકામાં આવેલ ભાવના નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે શૈક્ષણિક કાર્યના ભાગરૂપે બેન્કિંગની માહિતી આપવા માટે બેન્ક પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને બેન્ક વિશેની તમામ પ્રકારની માહિતી મળી રહે તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓને બેન્કના તમામ પ્રકારના કાર્યો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કોમર્સના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યના ભાગરૂપે માર્ગદર્શન મળી રહે તે માટે સેમિનાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...