તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર રહેશે બાજનજર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં થતી ગુન્હાખોરીને કાબુમાં લઈ આવવા માટે પોલીસ વિભાગ દ્વારા સેફ એન્ડ સિક્યોર પ્રોજેક્ટ અંતર્ગત શહેરના દરેક વિસ્તારોમાં સીસી ટીવી કેમેરા ફીટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદર શહેરને સ્માર્ટ સીસી ટીવી કેમેરાથી સુરક્ષિત કરવાની કામગીરીનું આયોજન જિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ કરાઈ રહ્યું છે. શહેરના મુખ્ય માર્ગો અને હરવા-ફરવા લાયક સ્થળો તથા મહત્વના સ્થળો ઉપર અલગ-અલગ 34 લોકેશનો પર 217 જેટલા સીસી ટીવી કેમેરા ફીટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હાલ આ કામગીરી 70 ટકા પૂર્ણ થઈ ગઈ છે. શહેરના દરેક એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, મુખ્ય માર્ગો, સેન્સીટીવ દરિયાકાંઠો, લકડી બંદર, બસ સ્ટેશન, હનુમાનગુફા, સુદામા ચોક, જ્યુબેલી પુલના બન્ને છેડે, સોની બજાર, માણેકચોક અને ચોપાટી સહિતના વિવિધ સ્થળોએ આ સીસી ટીવી કેમેરા લોખંડના ઉંચા એન્ગલ બનાવીને તેની ઉપર ગોઠવવામાં આવી રહ્યા છે. જેના વડે દરેક વિસ્તારો પર બાજનજર પોલીસના આધુનિક કન્ટ્રોલરૂમ ખાતે રખાશે.

નાઈટવિઝન સીસી ટીવી કેમેરા સુરક્ષા માટે અતિ મહત્વના
શહેરમાં થતી નાની-મોટી ચોરી, લૂંટ, બાઈકની ઉઠાંતરી, ચીલઝડપ, છેડતીના બનાવો, નાના-મોટા ઝઘડા, વાહન અકસ્માત, બોર્ડરનું સુપરવિઝન, દેશવિરોધી પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાશે. આ સીસી ટીવી કેમેરાઓ નાઈટ વિઝન કેમેરા છે જેથી અન્ય ગુન્હાખોરી કાબુમાં આવશે અને પોલીસની ત્રીજી આંખની જેમ આ સીસી ટીવી કેમેરા ખૂબ જ ઉપયોગી નીવડશે. આ ઉપરાંત ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકો પાસેથી ઈ-ચલણ વસૂલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...