તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરના નવોદય વિદ્યાલયમાં વિર્ધાથીનીએ ગળેફાંસો ખાધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરની નવોદય વિધાલયની હોસ્ટેલમાં રહીને ધોરણ-11 મા અભ્યાસ કરતી માનસી પરસોતમભાઇ માવદીયા (ઉ.વ.16) નામની વિધાર્થીનીએ શનિવારે રાત્રે પોતાના રૂમ નં.-03 માં ચુંદડી વડે પંખામાં લટકાઇને ગળાફાંસો ખાઇ લીધો હતો. આ રૂમમાં 11 જેટલી અન્ય વિધાર્થીઓ પણ સુતી હતી. તે દરમ્યાન આ વિધાર્થીનીએ આપઘાત કર્યો હતો.

સવારે અન્ય વિધાર્થીનીઓને આ અંગે જાણ થતા તેમણે સંચાલકોનો સંપર્ક કર્યો હતો અને વિધાર્થીનીને પોરબંદરની ભાવસિંહજી હોસ્પીટલ ખાતે લાવવામાં આવી હતી જયાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. પરિક્ષાના ડરથી આ વિધાર્થીનીએ ડિપ્રેશનમાં આવીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણમાં પોલીસે જણાવ્યુ હતુ.આ અંગે વધુ તપાસ ઉધોગનગર પોલીસ ચલાવી રહી છે. આ ઘટનાના પગલે તેમના પરિવારજનોમાં અને વિધાલયમાં રહેતી વિધાર્થીનીઓ અને સ્ટાફમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...