તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાત્રે 11:30 કલાકે ખાણી-પીણીની લારીઓ બંધ કરાવાતા વેપારીઓ મુંઝવણમાં મૂકાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાં રાજ્યના ઉપમુખ્યમંત્રી નિતીન પટેલે મહત્વની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં દુકાનદારો પોતાની દુકાનો રાત્રીના સમયે પણ ખૂલ્લી રાખી શકશે અને ધંધો-રોજગાર કરી શકશે. ખાસ કરીને ખાણી-પીણીની લારીઓ અને ખાણી-પીણીના વેપારીઓને આ જાહેરાતથી મોટી રાહત થઈ શકે છે અને આ જાહેરાત સાંભળતા જ પોરબંદરના ખાણી-પીણીના વેપારીઓ આનંદની લાગણી વ્યક્ત કરી હતી પરંતુ પોરબંદરની મુખ્ય બજારોમાં હાલ પણ રાત્રીના સમયે 11:30 કલાકે ખાણી-પીણીની લારીઓ અને દુકાનો પોલીસ દ્વારા દંડા પછાડીને બંધ કરાવવામાં આવી રહી છે ત્યારે રાણીબાગ આસપાસના વિસ્તારોમાં વેપાર-ધંધો કરતા દુકાનદારો અને લારીધારકો મુંઝવણમાં મૂકાયા છે.

ગુજરાતમાં રાત્રીના સમયે પણ દુકાન ખૂલ્લી રાખવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ અંગે લાગતા-વળગતા તંત્રએ માર્ગદર્શન પૂરૂં પાડવું જોઈએ અને પોલીસ તંત્ર દ્વારા પણ આ દુકાનો અને લારીઓ ખૂલ્લી રહે તો પ્રજાજનો અને બહારથી આવનારા પ્રવાસીઓને પણ આકર્ષી શકાય.

જેથી લાગતા-વળગતા તંત્રએ આ અંગે યોગ્ય કરવું જોઈએ અને અમલવારી ક્યારે શરૂ થશે ω તેનું માર્ગદર્શન પૂરૂં પાડવું જોઈએ તેવું સામાજીક અગ્રણી દિલીપ ધામેચાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો