તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરણ -10નાં વિદ્યાર્થીને ચક્કર આવી જતાં શાળામાં જ તબીબે સારવાર આપી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં આજે બોર્ડની પરીક્ષામાં કુલ 13,043 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 331 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, ધોરણ 10 ના એક વિદ્યાર્થીને પરીક્ષા દરમ્યાન ચક્કર આવી જતા તેને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. રાજ્યમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ છે, ત્યારે પોરબંદર જિલ્લામાં આજે ધોરણ 10 ના ગણિત નવા કોર્ષના વિષયમાં 7,124 પરિક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 167 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા, ધોરણ 10 ના ગણિત જુના કોર્ષ વિષય માં કુલ 1,981 પરિક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 105 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, તેમજ સંસ્કૃત પ્રથમાં ગણિત માં 69 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, આ ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષય માં કુલ 3,551 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 53 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, અને ધોરણ12 વિજ્ઞાન પ્રવાહના જીવ વિજ્ઞાન વિષયમાં કુલ 318 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 4 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા, કોઈ કોપી કેસ થયેલ નથી, આજે ધોરણ 10 ના ગણિતના વિષય માં સ્વામિનારાયણ સ્કૂલ ખાતે એક વિદ્યાર્થીને ચક્કર આવી ગયા હતા, જેથી જોનાલ ઓફિસરે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ને જાણ કરી હતી, જેથી ભાવસિંહજી હોસ્પિટલની મેડિકલ વાન તબીબ સાથે શાળાએ પહોંચી હતી, અને વિદ્યાર્થીને સ્થળ પર સારવાર આપી હતી, આ વિદ્યાર્થીએ સારવાર બાદ પરીક્ષા આપી હતી.

પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં આજે 13,043 પરિક્ષાર્થીઓએ પરીક્ષા આપી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો