અભ્યાસક્રમનાં ભાગરૂપે ભાવિ એન્જિનિયરોએ ફેબ્રીકેશન ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરની માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર વીઆર ગોઢાણિયા કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીના મીકેનીકલ ડીપાર્ટમેન્ટના ભાવિ એન્જિનિયરોએ યુનિવર્સિટીના અભ્યાસક્રમના ભાગરૂપે વિશિષ્ટ શૈક્ષણિક પ્રોજેક્ટ હાથ ધરવાનું આયોજન કર્યું છે. અને આ વિદ્યાર્થીઓએ ખાનગી કંપની વિઝીટ કરી હતી. જેમાં ટેકનિકલ વિષયના વિવિધ વિભાગમાં છાત્રોની ચાર જૂથમાં રચના કરવામાં આવી હતી. આ ચાર જૂથના છાત્રોએ ફેક્ટરીમાં જઈને વિભાગોનો અભ્યાસ કર્યો હતો. પ્રોજેક્ટનો મૂળ ઉદ્દેશ વિદ્યાર્થીની જરૂરિયાત, રુચિ, શક્તિ અનુસાર શેક્ષણિક પર્યાવરણ ઊભું કરવાનો હતો. જેમાં વિદ્યાર્થીઓએ મશીનરીના વિવિધ વિભાગો વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી હતી.
અન્ય સમાચારો પણ છે...