તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં ચાલતા આંદોલનોનો ઉકેલ લાવવા આવેદન પાઠવાયંુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત પ્રદેશ ઓબીસી સમર્થન સમિતિ પોરબંદરના પ્રમુખ જીવનભાઇ જુંગી સહિતના હોદેદારોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે ગુજરાતમા ઠેર ઠેર સમસ્યાઓ જોવા મળે છે. અને આંદોલનો ચાલી રહ્યા છે જેમાં એલઆરડી ની ભરતી અસંવિધાનીક રીત રસમોથી કરીને SC-ST-OBC ના ઉમેદારોને અન્યાય થતો હોય જેથી આંદલોનો ચાલી રહ્યા છે. SC-ST-OBC ના લોકો પોતાના હકકની ખેતીની જમીન, રહેણાંકના પ્લોટ વગેરેમા રાજયમાં આંદોલનો ચાલી રહ્યા છે. આ આંદોલન પોરબંદરમાં પણ ચાલુ હોય, આ ઉપરાંત આદીજાતિ રબારી સમાજના યુવાનોને એલઆરડી ભરતીમાં થયેલો અન્યાય અને દેશમાં ખેતી અને સાગરખેતીમાં 80 ટકા લોકો રોજગારી મેળવે છે. દેશના બંદરો, માછીમારીની સમસ્યાઓ જોવા મળે છે જેથી આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આ ઉપરાંત મોડાસાના સાયરા ગામની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી હત્યા નીપજાવી હતી, જેથી દુષ્કર્મીઓને ફાંસી આપવામાં આવે તેવી ઓબીસી સમર્થન સમિતિએ માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો