તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર, રાણાવાવ, કુતિયાણા તાલુકામાં કરૂણા વાન ફાળવો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકાઅોમાં પશુઅોની સંખ્યા વધુ હોય જેથી ત્રણેય તાલુકાઅોમાં પશુઅો માટે કરૂણાવાન ફાળવવામાં અાવે તેવી માંગ ભારતીય કિશાન સંઘે મુખ્યમંત્રી સમક્ષ કરી છે.

ભારતીય કિશાન સંઘના પ્રદેશકોર કમિટીના સદસ્ય પોરબંદરના નાગાજણભાઇ સુધાભાઇ જેઠવાઅે મુખ્યમંત્રીને લેખીતમાં અાવેદનપત્ર પાઠવીને રજૂઅાત કરી છે કે ગુજરાત સરકાર દ્વારા 1962 કરૂણાવાન અેમ્બ્યુલન્સની સેવા માટે અેક વાન ફાળવી છે, જે સેવા મુંગા પશુઅો માટે અાર્શિવાદરૂપ સાબીત થઇ છે. પોરબંદર જિલ્લાના ત્રણ તાલુકાઅો પોરબંદર, રાણાવાવ અને કુતિયાણાના 160 ગામડાઅો અને 4 નગરપાલિકા વિસ્તારોમાં પશુપાલનને પુરક વ્યવસાય સાથે સ્વીકારવામાં અાવ્યો છે. અા વિસ્તારોમાં મોટી સંખ્યામાં પશુઅો અાવેલા છે. ખેડુતો અને માલધારી સમાજ માટે પશુપાલન અાર્થિક ઉર્પાજનનું પણ સાધન છે ત્યારે પશુ અેમ્બ્યુલન્સ કરૂણાવાન જીલ્લામાં માત્ર અેક ફાળવેલ છે. જિલ્લામાં મોટી સંખ્યામાં પશુઅો હોવાથી અા અેક જ વાન યોગ્ય સમયે તાત્કાલિક સેવા અાપતી શકતી નથી, જેથી પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકા ખાતે અેક-અેક વાન ફાળવવામાં અાવે તો બીમાર પશુઅોને તાત્કાલિક યોગ્ય સમયે મેડિકલ સારવાર મળી શકે છે. જેથી ત્રણેય તાલુકાઅોમાં કરૂણાવાન ફાળવવામાં અાવે તેવી માંગ કરી છે.

160 ગામડાઓ પશુપાલનનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે

ભારતીય કિસાન સંઘની મુખ્યમંત્રી સમક્ષ માંગ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો