ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓને ક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓને ક્યા વિભાગમાં એડમીશન મેળવવું અને પોતાની કારકિર્દી બનાવવી ? તે અંગે પૂરતું જ્ઞાન ન હોવાથી છાત્રો અને વાલીઓને અનેક પ્રકારની મુંઝવણો થતી હોય છે. તાજેતરમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ પણ વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ મેળવવા માટે થનગની રહ્યા છે. પરંતુ અમુક વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શનના અભાવે ક્યા ક્ષેત્રમાં પ્રવેશ મેળવવો ? તે અંગે મુંઝવણ અનુભવી રહ્યા છે. આવા સમયે પોરબંદરમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ પછી ક્યા ક્ષેત્રમાં પ્રવેશ મેળવવો ? તે અંગે વિનામૂલ્યે માર્ગદર્શન આપવાના સેમીનારનું આયોજન થયું છે. બી.એચ. ગારડી કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા પોરબંદર શહેરમાં એમ.જી. રોડ પર આવેલ કમલાબાગ સામે ઓમ કોમ્પ્લેક્ષમાં કાઉન્સેલીંગ સેન્ટર શરૂ કરાયું છે. જ્યાં સવારે 9 વાગ્યેથી 1 વાગ્યા સુધી અને બપોરે 4 થી સાંજે 8 વાગ્યા સુધી અહીં 3 મહીના સુધી આ સેમીનાર યોજાશે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તેમજ પ્રાઈવેટ સેક્ટરમાં અપાતી વિવિધ સ્કોલરશીપ વિષેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. અલગ-અલગ એન્જીનીયરને લગતા કોર્ષ તેમજ નજીકના ભવિષ્યમાં કઈ બ્રાન્ચની તકો વધશે ? તેની માહિતી અપાઈ રહી છે. ઓનલાઈન પ્રવેશ પરીક્ષામાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો, કોલેજ સિલેક્શન, પ્રેક્ટીકલ પદ્ધતિથી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત વિજ્ઞાન પ્રવાહ ગૃપ-એ ના વિદ્યાર્થીઓ માટે કેરીયર માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...