તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અડવાણા થી મોરાણા માર્ગના નવિનીકરણ કરાશે : મંજૂરી મળી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના અડવાણાથી મોરાણા માર્ગના નવિનીકરણ માટે સરકારે મંજૂરી આપી છે. રસ્તાનું નવિનીકરણ થયા બાદ લોકોને સારી રસ્તાની સગવડનો લાભ મળશે. પોરબંદર તાલુકાના અડવાણા થી મોરાણા તરફ જતા માર્ગ બિસમાર બની ગયો હોવાના પગલે લોકોને અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ માર્ગ બિસ્માર હોવાથી અહીંથી પસાર થતાં વાહનચાલકો પરેશાન થઈ રહ્યા હતા. જેના પગલે આ રસ્તાનું નવિનીકરણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ ઊઠી હતી. સ્થાનિકોની રજૂઆતને ધ્યાને લઇ અડવાણા ગામના સરપંચ ભીખુભાઈ કારાવદરા દ્વારા માર્ગના નવિનીકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી. અને ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાના પ્રયાસોથી અડવાણાથી મોરાણા ગામ તરફ જતા માર્ગના નવીનીકરણ માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા 1.5 કરોડ રૂપિયાના ખર્ચે આ માર્ગ બનાવવા માટેના કામને મંજૂરી આપવામાં આવતા સ્થાનિકોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે. અડવાણા સહિતના ગ્રામ્ય પંથકના લોકોને સારા રસ્તાની સુવિધાનો લાભ મળી રહેશે.

1.5 કરોડના ખર્ચે રસ્તા નવો બનાવાશે : લોકોને સગવડ મળશે
અન્ય સમાચારો પણ છે...