તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણના ઇન્જેકશનથી 11 બાળકોને આવ્યું રીએક્શન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરના સલાટવાડા વિસ્તારોમાં રસીકરણ ના ઇન્જેક્શન ને કારણે 11 બાળકોના હાથ માં સોજા અને ગાંઠા થઈ જતા, સ્ટાફની બેદરકારી અંગે આરોગ્ય અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. સલાટવાડા, નાગરવાડા, ભાટીયાબજાર, વ્હોરાવાડ સહિતના આસપાસના વિસ્તારોમાં શીતલા ચોક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા બાળકોને રસી ના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા, આ ઇન્જેક્શન આપવાથી બાળકોને રીએકશન આવ્યું હતું, અને બાળકોના હાથ માં ગાંઠા થઈ ગયા હતા, તેમજ હાથ લાલચોળ થઈ ગયા હતા, તાજેતર માંજ એક બાળક ને ઇન્જેક્શન નું રીએકશન આવતા બાળકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને એક બાળકના પગમાં સોજો ચડી ગયો હતો, 11 જેટલા બાળકોને ઇન્જેક્શન નું રીએકશન આવ્યું હોવાથી આ અંગે સામાજિક કાર્યકર દિલીપભાઈ મશરૂ એ આરોગ્ય અધિકારીને જાણ કરી હતી, અને આરોગ્ય અધિકારીએ એવું જણાવ્યું હતું કે આ બાબતે અમને લેખિતમાં જાણ કરો એટલે કાયદેસર પગલાં લેવામાં આવશે, આથી દિલીપભાઈ એ લેખિત માં ફરિયાદ કરી જવાબદાર સામે તટસ્થ અને ખાતાકીય કાર્યવાહી કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો