તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરના બિરલા હોલમાં વકતૃત્વ સ્પર્ધા યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરના બિરલા હોલમાં વકતૃત્વ સ્પર્ધા યોજાશે

પોરબંદર
|પોરબંદરમાં બિરલા હોલ ખાતે ઓપન વકૃત્વ સ્પર્ધા યોજાનાર છે. દિવાળીબેન નાથાલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સિલ્વર સી ફૂડના સહયોગથી આગામી તા.21 જાન્યુઆરી અને રવિવારે સવારે 10 કલાકે બિરલા હોલ ખાતે ઓપન પોરબંદર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયુ છે. જેમાં 15 થી 25 વર્ષની વયના સ્પર્ધકો ભાગ લઇ શકશે. અને આ સ્પર્ધામાં સ્પર્ધકે પોતાનું વક્તવ્ય પ્લાસ્ટીક પ્લીઝ, હેલ્થી ફૂડ, ફીટ ઇન્ડીયા વિષય પર 5 મિનીટ આપવાનું રહેશે. ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં સ્પર્ધક પોતાનું વક્તવ્ય આપી શકશે. આ સ્પર્ધામાં વિજેતા બનનાર સ્પર્ધકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. લોકજાગૃતિના અભિયાન અંતર્ગત યોજનાર સ્પર્ધાને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા તૈયારીઓ હાથ ધરામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો