તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માહિતી નિયામક કચેરી દ્વારા મહાત્મા ગાંધીજી વિષયક શોર્ટ ફિલ્મ સ્પર્ધા યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માહિતી નિયામક કચેરી દ્વારા મહાત્મા ગાંધીજી વિષયક શોર્ટ ફિલ્મ સ્પર્ધા યોજાશે
પોરબંદર |પૂ.મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિની ઉજવણી થઇ રહી છે ત્યારે માહિતી નિયામક કચેરી દ્રારા મહાત્મા ગાંધીજી વિષયક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ શોર્ટ ફિલ્મ એક મીનીટથી બે મીનીટ સુધીની અવધિ રાખવામાં આવી છે. રસ ધરાવતા ફિલ્મ સર્જકોએ પોતાની ફિલ્મ તા.25-10-2019 સુધીમાં માહિતી નિયામક કચેરી, ફિલ્મ પ્રોડકશન શાખાને મોકલી આપવાની રહેશે. જે માટેના નિયત ફોર્મ, બાંહેધરી પત્રક અને માર્ગદર્શીકા, www.gujaratinformation.net પર ઉપલબ્ધ છે. આ શોર્ટ ફિલ્મ ચાર કેટેગરીમાં રાખવામાં આવેલ છે. વિજેતાને પ્રથમ ક્રમે રૂપિયા 2 લાખ, દ્રિતીય ક્રમે 1 લાખ અને તૃતિય ક્રમે 50 હજાર રાખવામાં આવ્યા છે. અને દરેક કેટેગરીમાં સ્પેશીયલ જયુરી એવોર્ડના રૂપિયા 50 હજારના ત્રણ પુરસ્કાર આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...