તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PGVCL ના મહિલા કર્મચારીએ બેડમિન્ટન સ્પર્ધામાં મેદાન માર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર PGVCL મહિલા કર્મચારીએ બેડમિન્ટન સ્પર્ધામાં વિજેતા બની PGVCL તથા પોરબંદરનું ગૌરવ વધાર્યુ છે.

PGVCL પોરબંદર સર્કલ કિર્તીમંદિર સબડિવિઝનલ કચેરીમાં જુનિયર આસી. તરીકે ફરજ બજાવતા કર્મચારી જયોતિબેન મહેશભાઇ પંડયાએ ભુજ મુકામે રમાયેલ ઇન્ટર સર્કલ વુમન બેડમિન્ટન સ્પર્ધામાં સીંગલ તથા ડબલ તેમજ વડોદરા ખાતે રમાયેલ ઇન્ટર કંપની સ્પર્ધામાં ભાગ લઇને ટાઇટલ જીતી પોરબંદર PGVCL નું ગૌરવ વધારેલ છે. તેઓને ગુજરાત ઉર્જા વિકાસ નિગમના ડાયરેકટર ઓફ ફાયનાન્સ એસ.બી.ખ્યાલીયાના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સિધ્ધ બદલ સમસ્ત બ્રહ્મસમાજ પોરબંદર જીલ્લાનું ગૌરવ વધારતા ભવિષ્યમાં આ ક્ષેત્રમાં રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી ઉજજવલ કારકીર્દી પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. તસ્વીર : દિલીપ જોષી

અન્ય સમાચારો પણ છે...