તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં મુસ્લીમ સમાજ માટે મા-કાર્ડ કેમ્પનું આયોજન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં મુસ્લીમ સમાજ માટે મા-કાર્ડ કઢાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મુસ્લીમ સમાજના 110 કુંટુંબોએ લાભ લીધો હતો. પોરબંદરની અશરફી સિમનાની ચેરીટબલ ટ્રસ્ટ દ્રારા મુસ્લીમ સમાજ માટે મા-કાર્ડ કઢાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ગરીબ પરિવારો માટે મા-કાર્ડની યોજનામાં ખાનગી હોસ્પીટલમાં રૂપિયા 5 લાખ સુધીની સારવારનો લાભ મળે છે. જયારે પોરબંદર જીલ્લા આરોગ્ય અધિકારી રાઠોડના માર્ગદર્શન હેઠળ જીલ્લા આરોગ્ય શાખાની ટીમ દ્રારા પોરબંદરના અશરફી નગરના મદની હોલ ખાતે મા-કાર્ડ નો કેમ્પ રાખવામાં આવતા 110 પરિવારોને કેમ્પમાં જ તાત્કાલિક મા-કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. આ તકે મા-કાર્ડ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ કેમ્પને સફળ બનાવવા ફારૂકભાઇ બઘાડ, અકબરભાઇ સેલોટના માર્ગદર્શન હેઠળ કાદર મન્સુરી, બાકીર રાવડા, ફૈજાન કાદરી અને વસીમ ધાવડાએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...