તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નશીલા માદક પદાર્થની હેરાફેરી કરનાર શખ્સને જેલ હવાલે કર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદરમાં ધરમપુર પાટીયા પાસેથી અેક શખ્સને નશીલા પદાર્થ સાથે ઝડપી લેવામાં અાવ્યો હતો. અને તેના વિરૂધ્ધ PIT NDPS એકટ હેઠળ ખાસ કાર્યવાહી કરીને અા શખ્સને નવસારી જેલ ખાતે મોકલી દેવામાં અાવ્યો છે. પોલીસ મહાનિર્દેશક દ્વારા નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી કરનાર શખ્સો વિરૂધ્ધ સખત પગલા લેવા અંગેની ઝુંબેશ શરૂ કરાયેલ હોય જેના અનુસંધાને જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ધરમપુર પાટીયા પાસે રહેતો કિરણ કાળુ સોલંકીને ઝડપી લીધો હતો અને અા ગુન્હાના અારોપી પર PIT NDPS એકટ હેઠળ યોગ્ય કાર્યવાહી કરવા સુચના અાપવામાં અાવી હતી, જે અનુસંધાને અેસઅોજી પીઅાઇ કે.અાઇ.જાડેજા અને પીઅેસઅાઇ ગોહિલ અને સ્ટાફ દ્વારા કિરણ કાળુ સોલંકી વિરૂધ્ધ ખાસ દરખાસ્ત તૈયાર કરીને અધિક પોલીસ મહાનિર્દેશક સીઅાઇડી ક્રાઇમ અને રેલ્વેઝ સંજય શ્રીવાસ્તવને મોકલી અાપવામાં અાવેલ, જે દરખાસ્ત અનુસંધાને અારોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરવા હુકમ કરવામાં અાવ્યો હતો. જેથી અારોપીની ધરપકડ કરીને તેને નવસારીની જેલ હવાલે કરી દેવામાં અાવ્યો છે. અામ ખાસ કાયદા હેઠળ પોરબંદર અેસઅોજી અે અા અારોપીને જેલ હવાલે કરતા પોરબંદર ખાતે PIT NDPS એકટ હેઠળ કાર્યવાહીનો પ્રથમ કેસ નોંધાયો છે.

ધરમપુર પાટીયા પાસેથી શખ્સ નશીલા પદાર્થ સાથે ઝડપાયો \\\'તો

PIT NDPS એકટ હેઠળ કાર્યવાહીનો પ્રથમ કેસ નોંધાયો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો