પોરબંદરના છાંયામાં 16 ફેબ્રુઆરીએ કોળી સમાજના સમુહલગ્ન યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર | પોરબંદરના છાંયામાં કોળી સમાજના સમુહ લગ્નનુ આયોજન કરવામાં આવ્યુ છે જેમાં 14 નવદંપતિઓ પ્રભૂતામાં પગલા માંડશે.પોરબંદર તાલુકા કોળી સમાજ તથા તાલુકા કોળી કર્મચારી મંડળ તેમજ વિવિધ કોળી સમાજ મંડળ આયોજીત 27 માં સમુહ લગ્નોત્સવ આગામી તા.16-02 ને રવિવારના રોજ બોઘાભાઇ પુંજાભાઇ ચાવડા કોળી સમાજની વાડી ગીતાનગર છાંયા ખાતે યોજાશે. આ સમુહ લગ્નોત્સવમાં સમાજના 14 નવદંપતિઓ લગ્નગ્રંથીથી જોડાઇને પ્રભૂતામાં પગલા માંડશે. આ પ્રસંગે રાજયકક્ષાના મંત્રીઓ, ધારાસભ્યો, બોર્ડ નિગમના ચેરમેનો, સંત શિરોમણીઓ, સ્વામીઓ સહિતના જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને નવદંપતિઓને શુભ આર્શિવચન પાઠવશે. આ તકે મુખ્ય અધ્ક્ષસ્થાને પોરબંદર જીલ્લાના કોળી સમાજના પ્રમુખ લીલાભાઇ ડાકી, રાજુભાઇ વંશ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ગીગાભાઇ ચાવડા, રામભાઇ ડાકીના માર્ગદર્શન હેઠળ જ્ઞાતિના વિવિધ મંડળો, મહિલા મંડળો તથા યુવામિતરો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આ પ્રસંગે સમાજના ભાઇ બહેનોને હાજરી આપવા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
અન્ય સમાચારો પણ છે...