તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર| લોકોના પ્રશ્નો અને ફરિયાદોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા નૂતન અભિગમ સાથે દર માસના ચોથા ગુરૂવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. વહીવટીતંત્ર દ્વારા લોકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય તે માટે રાજ્યસરકારે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ યોજવાનું આયોજન કર્યું છે ત્યારે પોરબંદર જિલ્લામાં ફરિયાદ નિવારણ ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ તા. 24 જાન્યુઆરીના રોજ સવારે 12 કલાકે કલેક્ટર કચેરી ખાતે યોજાનાર છે. 10 જાન્યુઆરી સુધીમાં જિલ્લાભરના લોકોએ પોતાની અરજી જિલ્લા સેવા સદન કચેરી ખાતે મોકલી આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...