ગોઢાણીયા કોલેજનું BSW નું 90 % પરિણામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | ગોઢાણીયા કોલેજનું BSW સેમ-6 નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન કોલેજનું BSW વિભાગનું પરિણામ તાજેતરમાં 90 ટકા જાહેર થયું છે. જેમાં જાનકી પ્રકાશભાઈ મોઢા પ્રથમ ક્રમાંકે અને ચાંદની રમેશભાઈ વિઠ્ઠલાણી દ્વિતિય ક્રમાંકે તથા ખુશ્બુ ભીમાભાઈ પાંડાવદરા તૃતીય ક્રમાંકે આવ્યા છે. ટ્રસ્ટના પ્રમુખ વિરમભાઈ તથા ટ્રસ્ટી ભરતભાઈ વિસાણાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

વી.જે. મોઢા કોલેજની વિદ્યાર્થીનીઓએ બી.કોમ. સેમ. 6 ના પરિણામમાં મેદાન માર્યું

પોરબંદર
| ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલ બી.કોમ. સેમેસ્ટર-6 નું પરિણામ જાહેર થતા મોઢા કોલેજની વિદ્યાર્થીનીએ સમગ્ર યુનિવર્સિટી તેમજ પોરબંદરમાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે. ધ્વનીબેન મનોજભાઈ મોનાણીએ કોલેજમાં પ્રથમ ક્રમાંક, કાજલબેન રાજુભાઈએ દ્વિતિય ક્રમાંક અને ચાંદની પરસોતમભાઈ સલેટે તૃતીય ક્રમાંક મેળવ્યો છે. આ તકે તેઓને ઠેર-ઠેરથી શુભેચ્છાની વર્ષા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...