તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1.02 લાખ ઉમેદવારને પહોંચાડવા 715 બસ દોડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં લોકરક્ષક દળની પરીક્ષાનું આયોજન કરાયું હતું પરંતુ પેપર ફુટી જતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી આ ઘટના બાદ સરકારે નવી તારીખ જાહેર કરી હતી. તારીખ 6 જાન્યુઆરીનાં લોકરક્ષક દળની પરીક્ષા લેવામાં આવશે સવારે 11 થી 12 વચ્ચે પરીક્ષા લેવામાં આવશે જોકે પરીક્ષાને લઇ તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે આ ઉપરાંત ગત વખતે પેપર ફુટી ગયુ હોય તેને લઇને ખાસ તકેદારીઓ રાખવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લામાં 311 બિલ્ડીંગમાં પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ આ ચાર જિલ્લામાં 1,02,660 ઉમેદવાર પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળ ઉપર પહોંચી શકે તે માટે એસટી વિભાગ દ્વારા 715 બસ દોડાવવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડ્યે ખાનગી બસ પણ દોડાવવામાં આવશે. પરીક્ષામાં બસ ફાળવતા ચાર જિલ્લાનાં અનેક રૂટ રદ થયા છે. અંદાજીત 52 હજાર જેટલા મુસાફરો પ્રભાવિત થશે.

રેલ્વે સ્ટેશને ધસારો : તાલાલામાં ટ્રેનમાં જવા માટે ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. તસ્વીર:જીતેન્દ્ર માંડવીયા

એસટી વિભાગનાં તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવાઇ
જૂનાગઢ એસટી વિભાગનાં સુત્રોનાં જણાવ્યા મુજબ લોકરક્ષક દળની પરીક્ષાને લઇ એસટીનાં ડ્રાઇવર, કંડકટર, કર્મચારીઓ, અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે અને તમામને હેડકર્વાટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે.

4 જિલ્લામાં ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે
લોકરક્ષક દળની પરીક્ષા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચારેય જિલ્લામાં પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. જેમાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, પોલીસ જવાન સહિતના 3 હજારથી વધુ કર્મચારીઓ તૈનાત રહેશે.

પરીક્ષા કેન્દ્રનાં 200 મીટરનાં એરીયામાં એકઠા થવા પર પ્રતિબંધ
જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ગીર-સોમનાથ જિલ્લામાં આવતીકાલે પરીક્ષા લેવામાં આવશે ત્યારે પરીક્ષા કેન્દ્રનાં 200 મીટરનાં એરીયામાં 4થી વધુ વ્યકિતએ એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત 200 મીટરનાં એરીયામાં ઝેરોક્ષ મશીન બંધ રાખવાનાં આદેશો કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...