વાજપાઇ બેંકેબલ યોજના અંતર્ગત 63 % કામગીરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2019-20 દરમ્યાન પોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને સ્વરોજગાર કરવા ઇચ્છનારા લોકોને કેન્દ્બ સરકારની વાજપાઇ બેંકેબલ યોજના અંતર્ગત સહાય આપવાનો 350 નો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જેની સામે પોરબંદરમાંથી કુલ 545 અરજદારોએ કેન્દ્ર સરકારની વાજપાઇ બેંકેબલ યોજના અંતર્ગત સબસીડી સહિતની લોન મેળવવા અરજી કરી હતી. જે અરજીઓની ચકાસણી બાદ બેંક દ્વારા 222 અરજદારોની અરજીઓ માન્ય રાખી, તેને આ યોજના અંતર્ગત લોન આપવામાં આવતા 63 ટકા જેટલી કામગીરી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...