તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુતિયાણાના ફરેર ગામે પિતા -પુત્ર ઉપર 4 શખ્સોનો હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણા તાલુકાના ફરેર ગામે મહિલાઓ રાસ-ગરબા રમતી હોય તે વખતે કલુ કાંધા વાઢીયા નામનો શખ્સ ફોટાઓ પાડતો હતો. આથી ફરેર ગામના જ નાગાભાઈ દેવાભાઈ મોકરીયા નામના આધેડે કલુને ફોટા પાડવાની ના પાડીને ત્યાંથી ભગાડેલ હતો. ત્યારબાદ નાગાભાઈ દેવાભાઈ મોકરીયા તથા તેમનો પુત્ર નંદા મોટરસાયકલ લઈને પોતાના ઘર તરફ જતા હતા તે વખતે ફરેર ગામના બસસ્ટેન્ડ પાસે કાંધા વિંજા વાઢીયાએ નાગાભાઈનું મોટરસાયકલ રોકાવી ગાળો આપી ‘મારા છોકરાને ડાંડીયારાસમાંથી કેમ ભગાડેલ છે’ તેમ કહી નંદાને કુહાડી માથાના ભાગમાં મારી હતી ત્યારે નાગાભાઈ બચાવવા જતા વિપુલ કાંધા વાઢીયા, કલુ કાંધા વાઢીયા તેમજ કાંધાનો જમાઈ એ સાથે મળીને લાકડી, પાઈપ વડે માર મારી બન્ને પિતા-પુત્રને મુઢ ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે ચારેય આરોપી શખ્સો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...